ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ડાયરામાં કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો : પૈસા ઉડાવ્યા :વિડિઓ વાયરલ
રાજકોટ: ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ડાયરામાં કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતોઅ અને પૈસા ઉડાવ્યા હતા તેનો :વિડિઓ વાયરલ થયો છે ગુજરાતમાં ડાયરાનું અનેરું મહત્વ રહેલું છે.ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડાયરાનું ખુબજ મહત્વ રહેલું છેઅને ડાયરામાં પૈસા ઉડાળવા એ એક સામાન્ય બાબત બની ગઇ છે.
વાંકાનેર નજીક આવેલા સિંધાવદર ગામે વસોયા પરિવાર દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે બે દિવસ પહેલા યોજાયેલ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ હાજર રહ્યાં હતા. ડાયરાનો આનંદ માણી રહેલા ધારાસભ્ય લલિત વસોયાએ કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો અને પૈસા ઉડાવ્યા હતા. જેનો વીડિયો પણ ઉપરોક્ત પ્રસ્તુત છે.