સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૧ જન્મ જયંતી નિમિતે વીરપુરમાં બાપાના મંદિરે દર્શન સવારે 7 થી રાત્રે 9 સુધી થશે

પ્રસાદ નું સવારે 10 થી રાત્રે 9:30 સુધી આયોજન :બીજા કોઈ પ્રસંગો ઉજવાશે નહિ: તમામ ભકતોને પોતાના ઘેર રહી જલારામ જયંતિ ઉજવવા અનુરોધ :સોમવાર થી દર્શન અને પ્રસાદ પણ બંધ કરવામાં આવશે

સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૧ જન્મ જયંતી નિમિતે વીરપુરમાં બાપાના મંદિરે દર્શન સવારે 7 થી રાત્રે 9 અને પ્રસાદ નું સવારે 10 થી રાત્રે 9:30 સુધી આયોજન બીજા કોઈ પ્રસંગો ઉજવાશે નહિ. ગાદીપતિ રઘુરામબાપા એ પૂ. જલારામ બાપા ના તમામ ભકતો ને પોતાના ઘેર રહી જલારામ જયંતિ ઉજવવા અનુરોધ કર્યો છે. વધતા જતા કોરોના ના સંક્રમણ ને કારણે સોમવાર થી દર્શન અને પ્રસાદ પણ બંધ કરવામાં આવસે. તેવું જાણવા મળ્યું છે.

(11:58 pm IST)