સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

નૂતનવર્ષના તહેવાર નિમિત્તે ખોડલધામ કાગવડ ખાતે ભાવિકોની ભીડ

વિરપુર : જયાં રાષ્ટ્રધ્વજ અને ધર્મનો ધ્વજ બંને એકસાથે ફરકે છે એવા સમગ્ર ભારતનું એકમાત્ર સ્થળ એટલે ખોડલધામ લોકાર્પણ થયું ત્યારથી અત્યાર સુધી તહેવારો ઉપર ભાવિકોની ભીડ જોવા મળે છે. પરંતુ કોરોના વાયરસે દરેક તહેવારોના નીતિનિયમો બદલી નાખ્યાં છે ત્યારે ચાલુ વર્ષે નૂતન વર્ષ નિમિતે ખોડાલધામ દર્શન કરવાની પદ્ઘતિ બદલાઇ બાકી તો દર્શનાર્થીઓ તો રાબેતા મુજબ માં ના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ઉત્તમ મેનેજમેન્ટ માટે પંકાયેલ ખોડલધામ ટ્રસ્ટ કોરોના નિયમો પાલન કરાવામાં ગાઈડ લાઈન કરતા પણ વિશેષ સુવિધાથી દર્શનાર્થીઓ માં ના ચરણોમાં શીશ નમાવીને ખોડલધામ પરિસરમાં ફરી શકયા હતા. એટલે કે સંતોની ભુમી સૌરાષ્ટ્રમાં પાંચ કિલોમોટરના અંતરમાં બે પ્રખ્યાત યાત્રાધામો જેમાં વીરપુર જલારામ અને ખોડલધામ એટલે દર્શનાર્થીઓ અત્યારે દિવાળીની રજામાં આસ્થાથી દર્શન પણ કરી અને આરામથી કુદરતી વાતાવરણમાં ફરી પણ શકે છે. ટૂંકમાં ખોડલધામ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામતું જોવા મળી રહ્યું છે. (તસ્વીર : કિશન મોરબીયા, વિરપુર)

(11:34 am IST)