સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

જામકંડોરણામાં પછાત વિસ્તારના બાળકોને બટુકભોજન

જામકંડોરણા : ગોૈ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા દિવાળીના તહેવાર નિમિતે પછાત વિસ્તારના ગરીબ બાળકોને બટુકભોજન કરાવીને દિવાળીની ઉજવણી કરાઇ હતી. જામકંડોરણાના વાંઝાવાસ વિસ્તાર અને ઇન્દીરાનગર વિસ્તારના બાળકોને બટુકભોજન કરાવાયુ હતુ.આ પ્રસંગે સૌ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજા, સમિતિના સભ્યો વનરાજસિંહ ચૌહાણ, સુરેન્દ્રસિંહ વાળા, જીતેન્દ્રસિંહ વાળા, અશોકભાઇ બારોટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(11:14 am IST)