સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

ઉપલેટાના મેખાટીંબી ગામે ખનિજ ચોરોનો ભોગ બનતા સરપંચ

ઉપલેટા, તા.ર૦ : અહીથી પસાર થતી ભાદર-મોજ અને વેણુ નદીમાંથી દરરોજની લાખો રૂપિયાની ખનિજ ચોરી થાય છે. ખનિજચોરોને જાણે ખુલ્લો પરવાનો હોય તેમ રાત દિવસ ઉપલેટાની નદીમાંથી બેફામ રેતીની ચોરી થાય છે. ગામડાનો કોઇ આગેવાન પ્રતિકાર કરે તો તેમની ઉપર હુલો કરવામાં આવે છે અથવા કારાવવામાં આવે છે.

આવો જ બનાવ મેખાટીંબી ગામના સરપંચ ઉપર બનેલ છે. આજુબાજુ સરપંચ મેખાટીંબીથી ઉપલેટા બાજુ આવતા હતાં ત્યારે ખનિજ ચોરોએ તેઓને રસ્તામાં રોકી ઢોરમાર મારી ગંભીર હાલતમાં ફેંકી દેવા તેમને ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા. આ અંગે ખનિજ ચોરોનો ભોગ બનનાર મેખાટીંબીના સરપંચ દેવાભાઇ ભારાઇએ જણાવેલ હતું કે અમારા ગામમાંથી દિવસે અને રાત્રે રેતી ચોરી થતી હોય આ અંગે મે અવાર-નવાર લાગતા વળગતાઓને ધ્યાન દોરી આ રેતી ચોરી બંધ કરાવવાની માંગણી કરતા તેમનાથી ઉશ્કેરાઇને મયુર ભીખા તથા રાજ નારણ નામના બે વ્યકિતએ મેખાટીંબી રોડ ઉપર મને રોકી માર મારતા ગંભીર હાલતમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ છે. સરપંચ દેવાભાઇ ભારાઇએ ઉપરોકત આરોપી સામે ઉપલેટા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ છે.

(11:11 am IST)