સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

મોરબી લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજના બિલ્ડીંગને હેરીટેઝમાં સમાવવા યુવાનોની માંગ

મોરબીના કલેકટર મારફત પુરાતત્વ વિભાગને કરાઈ રજૂઆત

 

મોરબીની લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોય જેનું રીપેરીંગ કરીને કોલેજ બિલ્ડીંગને હેરીટેઝમાં સમાવેશ કરાય તેવી માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે

   મોરબીના યુવાનો મેહુલભાઈ ગાંભવા, રવિભાઈ દેસાઈ, યોગેશભાઈ પટેલ અને વિજયસિંહ ઝાલા સહિતના દ્વારા જીલ્લા કલેકટર મારફત પુરાતત્વ વિભાગ ગાંધીનગરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે મોરબીમાં લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજની ૧૯૩૧ માં સ્થાપના કરવામાં આવી છે મોરબીના મહારાજા દ્વારા બનાવેલ બિલ્ડીંગ પ્રાચીન હોય જે ભૂકંપ બાદ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને બિલ્ડીંગને તોડી પાડવાની વાતો વચ્ચે તેને તોડી પાડવાને બદલે સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે

જેથી કોલેજના જુના બિલ્ડીંને યોગ્ય રીપેરીંગ કરવાથી પ્રાચીન વારસો જળવાઈ રહેશે તેમજ બિલ્ડીંગને હેરીટેઝમાં પણ સમાવેશ કરવામાં આવે જેથી પ્રાચીન સંસ્કૃતિની જાળવણી કરી સકાય આમ બિલ્ડીંગ રીપેર કરવા તેમજ હેરીટેઝમાં સમાવવા માટેની માંગ કરી છે

(1:00 am IST)