સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

ગ્રામ્ય વિસ્તારની શાળાઓ મર્જ કરવાનો નિર્ણય શિક્ષણના મૃત્યુઘંટ સમો હશેઃ પોરબંદરના ૩ તાલુકાઓની પ૭ સ્કુલો ઉપર લટકતી તલવાર

પોરબંદર, તા., ર૦:ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૩૦ થી ઓછી સંખ્યા ધરાવતી ગ્રામ્ય વિસ્તારની સ્કુલો મર્જ કરવા વિચારણા ચાલી રહી છે. આ વિચારણા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થી બાળકો માટે અત્યંત નુકશાનકારક સાબીત થશે તેવો મત જાણકારો દ્વારા વ્યકત થઇ રહયો છે. પોરબંદર જીલ્લાના પોરબંદર, રાણાવાવ, કુતીયાણા તાલુકામાં જ પ૭ જેટલી  શાળાઓ સંખ્યાના અભાવે બંધ કરવી પડે તેવી સ્થિતિ આ નિર્ણયથી ઉદભવશે જે અત્યંત ખેદજનક છે.

શિક્ષણનું પતન એટલે રાષ્ટ્રનું પતન જેવી મહાન વિચારધારા આપનાર દક્ષિણ આફ્રિકાના સર્વકાલીન નેતા નેલશન મંડેલાના વિચારોમાંથી ભારતીય રાજકારણીઓએ  કાંઇ અનુસરણ કરવાનું નથી?તેવો વેધક પ્રશ્ન ઉદભવી રહયો છે.

શિક્ષણ વિભાગની બેવડી નીતી સામે રોષ જાગ્યો છે. આ વિભાગ દ્વારા દર વર્ષે  વિવિધ ખર્ચાઓ પુરા કરવા દાતાઓ પાસેથી  ભેટ, રકમ દાનમાં મેળવવામાં આવતી હોય છે અને લખલુંટ ખર્ચા કરવામાંઆવતા હોય છેત્યારે બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા મળતી નથી તેવો દાવો આગળ ધરી શાળાબંધ કે મર્જ કરવાનો નિર્ણય લેવાયતે અતિ દુઃખદ અને ગુજરાત સરકારની વહીવટી ખામીભરેલો ગણી શકાય. દરેક જીલ્લામાં પ્રાથમીક-માધ્યમિક શિક્ષ્ણાધીકારીઓ અને તેમને સહાયરૂપ થવા કેળવણી નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવે છે. આ વ્યવસ્થા ગ્રામ્ય તાલુકા લેવલે શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટેગોઠવવામાં આવી છે.આ સીસ્ટમ કઇ રીતે કામ કરતી હશે? તે સમજાઇ રહયું છે બ્રિટીશ કાળમાં શિક્ષણનું સ્તર ઉંચુ હતુ તે પ્રકારની વહીવટી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવા છતા અધિકારી-કર્મચારીઓ નિષ્ફળ કેમ રહયા છે? રાજય સેવક તરીકે રાજયને પ્રતિષ્ઠા અપાવવામાં તેઓ ઉણા કેમ ઉતરી રહયા છે? સહીતના વેધક પ્રશ્નો જાણકારોમાં ઉઠી રહયા છે અને જો આવો કોઇ નિર્ણય લેવાશોતોતે શિક્ષણના મૃત્યુઘંટ સમો સાબીત થશે તેવું કહેવાઇ રહયું છે.

(1:20 pm IST)