સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

મોરબીમાં બે સ્થળેથી દારૂના જથ્થા સાથે ૪ શખ્સો પકડાયા

મોરબી,તા.૨૦: મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગઙ્ગ સ્થળેથી દારૂના જથ્થા સાથે ચાર શખ્સોને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ મોરબી એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હોય મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાંથી હિતેશ ઉર્ફે લાલો દિનેશભાઈ પેથાણી અને પ્રિન્સ અમુભાઈ પ્રજાપતિને વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ.૩૧૦૦ તથા બીયર નંગ-૭ કીમત રૂ.૭૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં મોરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીગમાં હોય મોરબીના નવલખી ફાટક નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટી સામેથી દીપક ઉર્ફે રવીન નરેન્દ્રભાઈ રાજપૂત અને રાજદીપસિંહ અનિરુધ્ધસિંહ જાડેજાના કબ્જામાંથી દારૂની બોટલ નંગ-૨૪ કીમત રૂ.૭૨૦૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા બંનેને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(

(1:13 pm IST)