સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

ખંભાળિયા પાલિકાની સભામાં ભાજપી સભ્યોનો વિરોધ કોંગ્રેસના ટેકા વચ્ચે ઠરાવો બહુમતીથી મંજુર

ફાયર ફાઇરટનું માળખું ઉભું કરી તેની ર૧ જગ્યાઓ ભરવા સહિતના ત્રણ ઠરાવો ઉપર મંજુરીની મ્હોરઃ શાસક જુથના હાજર સભ્યોનો વિરોધ કાગળ પરઃ વિપક્ષે વિરોધના બદલે શહેરના વિકાસને ટેકો આપ્યો છે.

ખંભાળીયા તા. ર૦ : ખંભાળિયા પાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં શાસક જુથના હાજર સભ્યોનો વિરોધ અને કોંગ્રેસના ટેકાના જોરે એજન્ડા નંબર ૧૧ પૈકીના ત્રણ ઠરાવો ઉપર મંજુરની મ્હોર લાગી જતા શાસક સતાધારીઓને હાશકારો પામ્યો હતો.

દોઢ વર્ષથી પાલિકામાં સખડ-ડખળ અને સંકલનના અભાવે શાસક ભાજપના જુથમાં જ મોટો ફાટ પડયો છે. જેના કારણે નિયત સમય કરતાં સામાન્ય સભા બોલાવવામાં આવી રહી છે. ઓકટોબર માસમાં બોલાવવામાં આવનાર સામાન્ય સભા ગત શનિવારે પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી જેમાં ર૮સભ્યો પૈકી શાસક ભાજપ જુથના ૧૮ અને કોંગ્રેસના ૭ સભ્યો હાજર રહ્યા હતા સભામાં ગતા તા.ર૬-૭ ની સામાન્ય સભાનું વાંચન કરી બહાલ રાખવા, રાજય સરકાર દ્વારા રાજયની નગરપાલિકાઓમં  મંજુર કરવામાં આવેલા અગ્ની શામક (ડીસ્ટ્રીકટ ફાયર સ્ટેશન)નું માળખું ઉભુ કરી તેમાં જુદી-જુદી ર૧ જગ્યાઓની ભરતી કરવા સંબધિત ઠરાવ અને શેઠ દા.સં.ગર્લ્સ સ્કુલના કર્મચારી બાબતે યોગ્ય કરવા સહિતના ત્રણ ઠરાવોને બાબતે વંચાણ કરતા હાજર શાસક જુથના ૧૧ સભ્યોએ જનરલ બોર્ડમાં હાજરી પુરાવી લેખિત વિરોધ કરી વોક આઉટ કર્યો હતો.

જયારે અન્ય ૬ કોંગ્રેસના સભ્યોએ વિકાસ કાર્યોના ઠરાવને બહાલ રાખવા ટેકો જાહેર કરતા ત્રણેય ઠરાવોને બહુમતીથી મંજુરી મળી જતા સતાધારી જવાબદારોએ હાંશકારો થયો હતો.

અત્ર ેઉલ્લેખનીય છે કે ગત સામાન્ય સભામાં પણ કોંગ્રેસના સમર્થનથી સામાન્ય સભા બહાલ રાખવામાં આવી હતી જયારે આ વખતે પણ હમેં અપનો ને લુંટા યહાં ગહેરોમે દમ થા જેવી સ્થિતિનું નિર્માણ થયું છ.ે

સામાન્ય સભામાં ચિફ ઓફીસર એકે.ગઢવી તથા શાખાઓના વડાઓ હાજર રહ્યા હતા સભાનું સંચાલન કલાર્ક રજુભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.(૬.૨૫)

આંતર કલેશના કારણે રૂ.૭ કરોડની ગ્રાંટ વિકાસ કાર્યોની રાહમાં અટકી છે

પાલિકાના આંતર કલેશના કારણે સરકારની જુદી-જુદી યોજનાઓ અંતર્ગત અંદાજીત સાત કરોડ જેટલી ગ્રાંટ પડતર પડી છે. શાસકોની જુથ બંધી અને સંકલનના અભાવે આ ગ્રાન્ટમાંથી શહેરના વિકાસ કાર્યો અટકી રહ્રયહ્યા છે. ત્થા રે. જુથબંધી શાસકોની અને વિકાસ શહેરનો રૃંધાઇ રહ્યો છે. ત્યારે મવડી મંડળ પણ આ મામલે ધ્યાન કેન્દ્રીત કરી સમસ્યાઓનું નિરાકરણ લાવે તે શહેરની જનતા માટે જરૂરી બન્યું છે.

(1:06 pm IST)