ગારીયાધાર APMC માં સતા હાસલ કરવા ભાજપ-કોંગ્રેસના ડાયરેકટરની વિકેટ ખેડવી
ભાજપા મહામંત્રી દિગુભાઇ દ્વારા વિધિવત ડાયરેકટરને ભાજપાનો ખેસ પહેરાવાયો
ગારીયાધાર તા.ર૦: ગારીયાધાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સત્તા હંસલ કરવા અને કોંગ્રેસને પછડાટ આપવા માટે ભાજપના દ્વારા કોંગ્રેસના ડાયરેકટરની વિકેટ ખેડવામાં સફળ થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગારીયાધાર માર્કેટીંગ યાર્ડ ખાતે આગામી તા.ર૮/૧૧/૧૯ ના રોજ યાર્ડના ચેરમેનની વરણી માટેની સભા બોલાવાઇ છે. હાલ કોંગ્રેસ પાસેથી સતા છીનવવા માટે ભાજપા દ્વારા કોંગ્રેસના ડાયરેકટર હિતેશભાઇ શંભુભાઇ ધોળીયા અને રાજુભાઇ શંભુભાઇ ધોળીયાને વિધિવત ભાજપાનો ખેસ પહેરાવી યાર્ડની સત્તા હાંસલ કરવામાં નિર્ણયાક કામગીરી બજાવી હતી.
ભાજપના મહામંત્રી દેવાંતભાઇ રાજયગુરૂ (દિનુ) દ્વારા મહામંત્રી પદે લેતાજ કોંગ્રેસના ડાયરેકટરની વિકેટ ખેડવી સમગ્ર યાર્ડ ભાજપની સત્તા હાસલ કરવા મોટી સફળતા મેળવી છે તસ્વીરમાં પણ ધારાસભ્ય કેશુભાઇ નાકરણી ન.પા. સદસ્ય અને યાર્ડના ડાયરેકટર ભાવેશભાઇ ગોરસીયા અને દેવાંગભાઇ રાજયગુરૂ હિતેષભાઇને વિધિવત ભાજપમાં ભેળવી રહ્યા છે.