સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

પ્રભાસ પાટણ સોમનાથ ખાતે

રાજય કક્ષાની કરાટે સ્પર્ધામાં ગુજરાતના ૧૩૦ સ્પર્ધકોએ પોતાની કલા દર્શાવી

પ્રભાસ પાટણ તા. ર૦ :.. ગુજરાત વોડાકાઇ કરાટે ડો.એસોસીએશનનાં ગુજરાત કરાટે ચીફ સેન્સેઇ પ્રવિણ ચૌહાણ દ્વારા ગુજરાત કરાટે બ્લેક બેલ્ટ સેમીનારનું આયોજન તા. ૮, ૯, ૧૦ નવેમ્બર ર૦૧૯ નાં રોજ શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ -પ્રભાસ પાટણ ખાતે કરવામાં આવેલ હતું.

ગુજરાતના અલગ-અલગ જીલ્લામાંથી ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં યુસુફભા નાઝનીનખાન યુસુફખાન અને ચિરાગ હેમનભાઇ હિન્દુજા એ કરાટે ની પ વર્ષની તાલીમ પુર્ણ કરી અને કરાટે માસ્ટર ડીગ્રી બ્લેક બેલ્ટની પદવી મેળવી અને ગુજરાતમાં ગીર-સોમનાથ કરાટે કીંગ તરીકેનું નામ ગુંજતું કરાયું. આ બંને વિદ્યાર્થીઓને સેન્સઇ પ્રવિણ ચૌહાણ પાસે કરાટેની તાલીમ મેળવી હતી.

મુખ્ય મહેમાન તરીકે સ્વામીનારાયણ ગુરૂકુળનાં શા. સ્વા. ભકિતપ્રકાશદાસજી, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા યુવા વિકાસ અધિકારી હરેશકુમાર મકવાણા, સોમનાથ મંદિરનાં મુખ્ય પુજારી ધનંજય દવે સહિતનાં અગ્રણીઓ એ હાજરી આપેલ હતી.

(12:08 pm IST)