સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

રાત્રે કચ્છના ખાવડામાં હળવો ધરતીકંપ

રાજકોટ તા. ર૦ : છેલ્લા થોડા દિવસોથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા આંચકાનો સીલસીલો યથાવત છે.

ત્યારે કાલે મોડી રાત્રીના ૧૧-૩પ વાગ્યે કચ્છના ખાવડામાં ર.ર ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ ખાવડાથી ૧૦ કી.મી.દુર પશ્ચિમ દિશા તરફ હોવાનું ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટર દ્વારા જણાવાયું છે.

(12:05 pm IST)