સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

માળીયા મિંયાણાના જુના ઘાટીલા ગામે જુગાર રમતા ૫ પકડાયા

 મોરબી, તા. ર૦ : માળિયામિંયાણા જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને માળિયા પોલીસે ઝડપી લીધા હતા.  મળતી વિગત મુજબ માળિયા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયન માળિયા તાલુકાના જુના ધાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા દીપક છગનભાઈ વિડજા, કાંતિલાલ તળશીભાઈ ગઢિયા, અશોક અરજણભાઈ વિડજા, મનીષ પરસોતમભાઈ વિડજા અને ચંદુલાલ ગાંડુંભાઈ વિડજાને રોકડ રકમ રૂ..૨૦,૦૧૦ તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ..૫૫૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:21 am IST)