સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th November 2019

ગીરના સાવજ ચોટીલામાં ઢેઢુકી ગામે દેખાયા : 150 વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહની ઘરવાપસી

વન વિભાગે સિંહોનું છ દિવસ ટ્રેકિંગ કર્યું : બાબરા રેંજમાંથી આવ્યા હોવાનું અનુમાન :એશિયાટિક લાયનો 1830માં ધ્રાંગધ્રામાં વસવાટ હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ :ગ્રામજનોએ ડર રાખવો નહીં અને ખલેલ પહોંચાડવી નહીં

 

સુરેન્દ્રનગર : ગીરના સાવજ ચોટીલા પંથકમાં દેખાતા ચકચાર મચી જવા પામી છે વનવિભાગે પણ ટ્રેકિંગ કરીને સિંહ આવ્યાની વાતને પૃષ્ટિ કરી છે ચોટીલાના લોકમિત્રા ઢેઢુકી ગામમાં સિંહે આ વિસ્તારમાં પાડીનું મારણ કરીને મિજબાની  માણી હતી. જોકે, આ વિસ્તારમાં અચાનક સિંહ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ગીરનાં સિંહ ચોટીલામાં દેખાતા આ પળોનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે

 . આ મામલે સુરેન્દ્રનગર નાયબ વનસંરક્ષક હરેશ મકવાણાએ પત્રકાર પરિષદ કરી હતી. વનવિભાગ આ સિંહોનું છ દિવસથી ટ્રેકિંગ કરી રહ્યું છે. આ સિંહો પ્રાથમિક અનુમાન મુજબ બાબરા રેંજમાંથી આવ્યા હોવાનું અનુમાન છે. 150 વર્ષ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સિંહો દેખાયા છે. અગાઉ એમ.કે. રણજિતસિંહની પુસ્તકમાં ઉલ્લેખ છે કે 1830માં ધ્રાંગધ્રામાં વસવાટ હતો.

  નાયબ વનસંરક્ષક હરેશ મકવાણાએ જણાવ્યું, 'અમારી રેંજમાં સિંહો છે એ અમે સ્વીકારીએ છીએ. સિંહો પ્રાથમિક રીતે બાબરા પંથકથી આવ્યા હોવાનુ અનુમાન છે. અમને જાણકારી મળતાં જ અમારા વનવિભાગના કર્મચારીઓ સંયુક્ત રીતે સતત મોનિટરીંગ કરી રહ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 150 વર્ષે સિંહો પરત આવ્યા છે. એમ.કે. રણજિતસિંહની પુસ્તકમાં ઉલ્લેખ છે કે સિંહ ધ્રાંગધ્રા સુધી હતા. આ સિંહોનું ઘર વાપસી છે. એશિયાનું ગૌરવ ગુજરાતમાં એશિયાટિક લાયન છે. સિંહ ગીરથી સુરેન્દ્રનગર સુધી પહોંચી ગયા છે ત્યારે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. '

   મકવાણાએ વધુમાં જણાવ્યું કે ' આપણને જીજ્ઞાસા હોય છે , ડર છે. પરંતુ સિંહો નેચરલી અહીંયા સુધી પહોંચ્યા છે, ત્યારે તેની સંભાળ રાખીએ. ગ્રામજનોએ ડર ન રાખવો. અમે હાલમાં તેની નજર રાખી રહ્યા છે. હાલમાં બે સંખ્યામાં સિંહ છે. માદા અને પાઠડું છે.'

  વન વિભાગે જણાવ્યું કે 'વનવિભાગે રામપરા ચોબારીમાં સિંહે મારણ કર્યુ છે. ચોટીલા ૧૭મી તારીખે સિંહે ધારાઇમાં પાડિનું મારણ કર્યુ હતું. 18મી તારીખે અજમેરમાં પાડિ પર હુમલો કર્યો હતો.જસદણ 19મી તારીખે ઢેઢુંકીમાં પાડિનું મારણ કર્યુ હતું. અને ચોબરિના રામપરામાં બે વાછરડીનું મારણ કર્યુ હતું.
   સિંહોએ જે ખેડૂતાના માલધારી કે પશુઓનું મારણ કર્યુ હશે તેમને સરકારની યોજનાઓ અન્વયે તેમને લાભ મળશે. અમે પ્રોસેસ શરૂ કરી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આ સિંહ અમરેલી જિલ્લામાંથી પરત આવ્યા હોવાનું અનુમાન છે.
   વનવિભાગની ટીમો દ્વારા સિંહોનું સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. વનવિભાગી 8 ટીમ છેલ્લા છેલ્લા ૬ દિવસથી ટ્રેકિંગ કરી રહ્યા છે ટ્રેકિંગ દરમિયાન ફૂટ પ્રિન્ટ અને મુમેન્ટ નું ધ્યાન રાખવામાં આવી રહ્યો છે છ દિવસમાં ધ્યાને આવ્યું કે ૧૦કિમી ના રેડીએશન માં સિંહો ફરી રહ્યા છે

 

(10:56 pm IST)