સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th November 2018

મોરબી પંથકમાં પાણીનો પોકાર :35 ગામના ખેડૂતોએ કલેકટર કચેરીએ ઉમટ્યા

24 કલાકનું અલ્ટીમેટમ ચક્કાજામ કરી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

મોરબીમાં 35 ગામના ખેડૂતોએ રવિ પાક માટે સિંચાઈનું પાણી મળે તે માટે અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે પાણી આપવાની માગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જિલ્લા સેવા સદન ખાતે એકઠા થયા હતા.

  ખેડૂતોનું કહેવુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી છોડવામા આવ્યુ પરંતુ કેનાલમાંથી પાણીની બેફામ ચોર કરવામાં આવતા પાણી મોરબીની બ્રાન્ચ કેનાસ સુધી પહોંચતુ નથી. ત્યારે ખેડૂતોની માગ છે કે, આગામી 24 કલાકમાં પાણી આપવામાં નહી આવે તો ચક્કાજામ કરી આત્મવિલોપન કરવામાં આવશે.

(9:14 pm IST)