મૂળી તા.પં.ના વિરોધ પક્ષના નેતાના પતિ પર હુમલો
સરલામાં સમાધાન કરાવા ગયા ને ઘટના બની
વઢવાણ તા. ૨૦ : મૂળી આંબેડકરનગરમાં રહેતા અને મૂળી તાલુકાપંચાયતનાં વિરોધ પક્ષનાં નેતા ગૌરીબેન પારધીનાં પતિ વાલજીભાઇ પમાભાઇ પારધી રવિવારે સરલા ગામે સાયલાનાં પ્રેમજીભાઇની દિકરીના ઘરે સમાધાન માટે ગયા હતા. ત્યારે સરલાના જ કાનજીભાઇ રામજીભાઇ બોચિયા અને રામજીભાઇ કેહરભાઇ બોચિયા ત્યાં આવી અગાઉ થયેલા ઝઘડામાં તમે ફરિયાદ કરાવતા હતા. તેમ કહી ગાળો દઇ વાલજીભાઇ પારધી ફડાકા તેમજ ઢીકા પાટુનો માર મારી બાઇકને ધારીયા વડે ઘા કરી નુકસાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી વાલજીભાઇએ બંને શખ્સો વિરૂધ્ધ મૂળી પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઙ્ગ
તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાના પતિ પર થયેલા હુમલાના બનાવને પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી છે. જોકે, આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.