સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th October 2019

ઘોઘાના તગડી અને માલણકા ગામ વચ્ચે રીક્ષા અને ટ્રેકટરનો અકસ્માત : પાંચ ઘાયલ : મહિલા ગંભીર

ટ્રેકટરનો ટલો લાગતા રીક્ષા ચાલકે રીક્ષા પર કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઇ ગઈ

ભાવનગર ઘોઘા તાલુકાના તગડી અને માલણકા વચ્ચે રિક્ષા અને ટ્રેકટર વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણ મહિલા સહિત પાંચ ને ઇજા જેમાં એક મહિલા ગંભીર હાલતમાં છે

ભાવનગર ઘોઘા તાલુકાના માલણકા ગામના ખેત મજુરો આખો દિવસ મજુરી કરી સાંજે રીક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. તે સમયે માલણકા તગડી રસ્તા પર અચાનક ટ્રેકટરનો ટલો લાગતા રીક્ષા ચાલકે રીક્ષા પર કાબુ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઇ ગઈ હતી અને તમામ પેસેંજરને ઇજાઓ થઇ હતી. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ઇમરજન્સી ૧૦૮ને બોલાવી તમામ ઘાયલ થયેલ મુસાફરોને ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

  માલણકા ગામમાં રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતા ખેતમજૂરો જેઓ આજરોજ સાંજે કામ કરી વાડીએથી ઘરે જવા માટે પિયાગો રિક્ષા નં, GJ.06.Y.4737 માં બેસી તગડી થી માલણકા તરફ જઈ રહ્યા હતા તે સમયે પાછળ થી ટ્રેકટર નંબર.GJ. 05.JE.7230 ના ચાલકે રીક્ષાને તલ્લો મારતાં રિક્ષામાં સવાર લક્ષ્‍મણભાઈ બારૈયા, ઉ(૬૦)અસ્મિતબેન બારૈયાઉેં (૨૦), જમનાબેન બારૈયા ઉં (૬૫), જીવિબેન મંગાભાઇ ઉં (૬૫), કરન કાળુભાઈ ઉં (૧૩), તમામને  ઇજા પહોંચી હતી. તેઓને સ્થાનીક દ્વારા ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા એક ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે

(11:26 pm IST)