સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th October 2019

ચોટીલા હાઇવે પર નાગરાજ હોટલ પાછળ જુગારમાં મસ્‍ત ૧૧ શખ્‍સોને પોલીસે ઝડપી લીધા : ૬ર,પ૦૦ ની રોકડ સાથે ૭ લાખનો મુદ્દામાલ જપ્‍ત

ચોટીલાઃ ચોટીલા રાજકોટ હાઇવેના હોટેલ ઢાબાઓ અનેક ગેરકાયદે પ્રવૃતિ માટે પંકાયેલ છે ત્યારે નેશનલ હાઇવે ની નાગરાજ હોટલનાં પાછળનાં ભાગમાં ગુડદીપાસાનાં અખાડા ઉપર પોલીસે રેઈડ પાડતા નાસભાગ મચેલ હતી. જોકે ૧૧ ઈસમોને ૬૨.૫૦૦ ની રોકડ સાથે ૭ લાખનો મુદ્દામાલ પકડવામાં સફ્ળતા મળી હતી.

ચોટીલા પંથકમાં ઘોડીપાસાનું રેકેટ ચલાવવામાં આવતુ હોવાની બાતમીના આધારે પોલીસે રાજકોટ નેશનલ હાઇવે ઉપર ચોટીલા થી ૭ કીમી દુર નાગરાજ હોટલ પાછળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા ધોડીપાસાનો જુગારનો અખાડો મળી આવ્યો હતો. જોકે ગુડદીનાં જુગારમાં પોલીસને સામાન્ય રકમ મળી આવતા કેટલાક શખ્સો મોટી રકમ સાથે નાસી છુટવામાં સફ્ળ થયાની આશંકાની ચર્ચા ઉઠી છે.

આ અખાડામાં જુગારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી ઇકો અને વીંગર બે કાર, ૧૧ મોબાઇલ સાથે બે નંગ પાસા અને ૬૨૫૦૦ રોકડા સાથે ઓમદેવસિંહ કીરીટસિંહ ઝાલા રે. ભાટીયા સો આ. વાકાનેર, સંજય નારાયણ સાનીયા ભરવાડ રે. સંતકબીર રોડ રાજકોટ, દિનેશ હિરાભાઇ સાગલીયા ભરવાડ રે. મચ્છોનગર રાજકોટ, અલ્પેશ વાસુરભાઇ ધ્રાંગા આહિર રે. મહેશ્ચરીનગર કોઠારીયા રોડ રાજકોટ, રઘુ ધારાભાઇ મુંધવા રે.ગોકુલનગર સંતકબીર રોડ રાજકોટ, ઇરફન રહીમભાઇ માંડકીયારે. ખાટકીપરા વાકાનેર, બ્રીજેશ નાથાભાઈ ગણાત્રા રે. પાચ પીપળા રોડ જેતપુર, મુના સવાભાઇ જોગરાણા ભરવાડ રે. સંત કબીર રોડ રાજકોટ, પારસ ભરતભાઈ મકવાણા રે. ભાટીયા સોસા. વાકાનેર, કલ્પેશ બાબુભાઇ મહેતા વાણીયા રે. સહજાનંદ શેરી વાકાનેર, મહેશ સોમાભાઇ ગમારા ભરવાડ રે. શ્રાીરામ પાર્ક આજીડેમ ચોકડી રાજકોટ વાળાને ઝડપી પાડેલ છે. પોલીસે કુલ ૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:20 pm IST)