સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th October 2019

મોરબીના ઇન્દિરાનગરમાં અગાઉના ઝઘડામાં થયેલી ઇજાનો ખર્ચ માંગતા લોંખડના પાઇપથી માર માર્યો

ખર્ચ આપવા સમાધાન થયેલ હોય જે પૈસા માંગતા પાછી મારામારી

 

મોરબીના ઇન્દિરાનગરમાં આગાઉ થયેલ ઝધડામાં થયેલ ઈજાનો ખર્ચ માંગતા બે શખ્સોએ વચ્ચે બોલચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો બાબતે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વિપુલભાઈ ભીખાભાઈ ચાવડા (.૨૧)ને આરોપી મનસુખભાઈ અનાભાઇ ચાવડા સાથે મહિના પહેલા ઝધડો થયેલ હોય જેમાં ફરિયાદી વિપુલને વાગી ગયેલ હોય જેનો ખર્ચ આપવા સમાધાન થયેલ હોય જે પૈસા અંગે ફરિયાદી વિપુલએ આરોપી મનસુખ ચાવડા પાસે માંગણી કરતા આરોપી મનસુખ ચાવડાએ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ વિપુલભાઈ ચાવડાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે

 

(1:02 am IST)