મોરબી જીલ્લાના ૧૮ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન
દિવાળી પૂર્વે પ્રમોશનનું ગીફ્ટ મળતા ખુશીનો માહોલ
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ૧૮ પોલીસ કર્મચારીઓને દિવાળી પૂર્વે પ્રમોશનનું ગીફ્ટ મળ્યું છે જેથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા ૧૮ પોલીસ કોન્સ્ટેબલ ને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા નરવીરસિંહ ભીખુભા જાડેજા, રાજવીરસિંહ દિલુભા જાડેજા, દીપકસિંહ ખુમાનસિંહ વાઘેલા, ભરતકુમાર મોહનભાઈ આલ,તેજશકુમાર વેલજીભાઈ વિડજા, જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલકુમાર કિશોરભાઈ ફૂલતરીયા, વિક્રમભાઈ ઠાકરશીભાઈ શિહોરા, નરેન્દ્રભારથી મહેન્દ્રભારથી ગોસ્વામી, મનહરલાલ મેરામભાઇ સદાદીયા, મહેશકુમાર હઠીભાઈ બારડ, રમેશભાઈ દેવજીભાઈ સોલંકી, મનીષકુમાર લલીતકુમાર બારૈયા, યુવરાજસિંહ હકુભા જાડેજા, મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણ, અર્જુનસિંહ લખુભા ઝાલા, મહિપાલસિંહ ગંભીરસિંહ વાળા અને જગદીશભાઈ જીવણભાઈ ડાંગર એમ ૧૮ પોલીસ કર્મચારીઓને પ્રમોશનનું ગીફ્ટ મળતા ખુશીની લહેર છવાઈ છે