સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

સરદારશ્રીનાં જીવન-કવનને આત્મસાત કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયી માધ્યમ બની રહેશે : ભંડેરી

જૂનાગઢના કૃષિ યુનિ. ઓડોટીરીયમ ખાતેથી મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીએ એકતાયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ : જૂનાગઢ જિલ્લામાં ૪ મહાનગર કક્ષાએ અને ૩૬ ગ્રામ્ય કક્ષાએ રૂટ -૩૫૬ ગામોમાં રથ કરશે ભ્રમણ

રાજકોટ, તા.૨૦ :  પ્રખર રાષ્ટ્રભકત, અખંડ ભારતનાં શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે ભારતવર્ષનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને દેશની એકતા અને અખંડીતતા માટે જીવન સમર્પિત કર્યુ હતુ. સરદાર સાહેબનાં માયાળું સ્વભાવ અને સ્પષ્ટ નીતિનાં સમન્વયથી દેશનાં જેના કારણે દેશી રાજયોનું વિલીનીકરણ ૫૬૨ જેટલા રજવાડાઓનું એકત્રીકરણ થયુ અને દેશની એકતા અને અખંડિતતા વધુ બળવાન બની તતેમ જણાવી ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડનાં ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ આજે જૂનાગઢ ખાતે કૃષિ યુનિ. ઓડીટોરીયમમાં એકતા યાત્ર રથને પ્રસ્થાન કરાવતા પુર્વે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ જિલ્લાનાં નગરજનોને સંબોધતા જણાવ્યુ હતુ. શ્રી ભંડેરીએ ઉમેર્યુ હતુ કે શ્રી સરદાર પટેલે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓને ભારતસંઘ સાથે જોડી એક નવા ઈતિહાસનું પ્રભાત પ્રગટાવ્યુ હતુ. આવા વિરાટ મહામાનવની વિરાટ પ્રતિમાને આવનાર ૩૧ ઓકટોબરે દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જયારે રાષ્ટ્રને સમર્પિત કરવા જઇ રહ્યા છે ત્યારે સરદાર વલ્લભભાઇ પટેલનાં વિચારો અને જીવન કવનની ઝાંખી લઇને એકતા યાત્ર રથ આજથી ગુજરાતનાં ૫૦૦૦ ગામોમાં પ્રરિભ્રમણ કરનાર છે ત્યારે આજે જૂનાગઢ ખાતેથી રથનુ પ્રસ્થાન જૂનાગઢવાસીઓ માટે અનેરી લોકચેતના પ્રગટાવશે.

કાર્યક્રમનાં પ્રારંભે જિલ્લા કલેકટરશ્રીએ એકતા યાત્રાની વિગતો આપતા જણાવ્યુ હતુ  કે જુનાગઢ જિલ્લામાં બે તબક્કામાં એકતા યાત્રા યોજાશે જેમાં આજે પ્રથમ તબક્કામાં એકતા યાત્રા દ્વારા મહાનગર પાલીકાનાં ૪ રૂટ દ્વારા નગરનાં તમામ વોર્ડ વિસ્તારમાં રથ સરદાર સાહેબનાં જીવનનો સંદેશો પ્રસરાવશે. સાથે ગ્રામ્ય ૩૫૬ ગામોમાં ૩૬ રુટ દ્વારા ભ્રમણ કરશે. આ તકે જિલ્લા સમાહર્તાશ્રીએ ઉપસ્થિત નગરજનો, આમંત્રીત અતિથીઓ, મહાનુભાવોને આવકાર્યા હતા.

જૂનાગઢ જિલ્લાનાં ચોરવાડનાં રહીશ અને પીઢ અગ્રણી માધાભાઇ બોરીચાએ પ્રતિભાવાત્મક વાત કરતા જણાવ્યુ હતુ કે સરદાર સાહેબનાં કૂનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી દેશનાં ૫૬૨ રજવાડાઓને એકસંપ કરી રાષ્ટ્રની મુખ્યધુરામાં વીલીન કરવામાં અનન્ય યોગદાન રહ્યુ છે. જો સરદાર ના હોત તો આજે દેશનો નકશો જુદો હોત, આજે કચ્છથી ગોહાટી સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક-અખંડ રાષ્ટ્ર ભારત બન્યુ છે. જૂનાગઢ જિલ્લો સરદાર સાહેકનો કાયમી રૂણી રહેશે એટલા માટે કે શ્રી સરદાર પટેલે ૯ નવેમબરે જૂનાગઢને આરજી સેનાના સહયોગથી નવાબની ચુંગાલમાંથી મુકતી અપાવી અને ૧૩ નવેમ્બરે ભગવાન સોમનાથ નીજ મંદરીનો પુનરોધ્ધાર કરવા સંકલ્પના વ્યકત કરી આવા ઉંચા ગજાનાં મહામાનવની સ્મૃતિઓ કાયમીી માનસપટ અ;કીત બની રહે તેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથયાત્રાના માધ્યમથી સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી ફિલ્મ અને સરદાર પટેલના કાર્યોને ઉજાગર કરતા સાહિત્યનું વિતરણ પણ યાત્રા દરમિયાન ગામે-ગામ કરવામાં આવી રહ્યુ છે તે સરાહનીય કાર્ય છે.

આ પ્રસંગે સર્વેશ્રી જૂનાગઢ મહાનગરનાં મેયર  આદ્યાશકતીબેન મજમુદાર, નાયબ મેયર ગીરીશભાઇ કોટેચા, પુર્વ કૃષિ મંત્રી કનુભાઇ ભાલાળા, પુર્વ સંસદિય સચિવશ્રી એલ.ટી.રાજાણી, ધારાસભ્ય દેવાભાઇ માલમ, પુર્વ ધારાસભ્ય વંદનાબેન મકવાણા,  ભગવાનભાઇ કરગઠીયા, અગ્રણી કીરીટભાઇ પટેલ, જિલ્લા દુધ સંઘનાં ચેરમેન રામશીભાઇ ભેટારીયા,  જૂનાગઢ મ્યુનિ. કમિશ્નર પ્રકાશ સોલંકી, જિલ્લા વીકાસ અધિકારીપ્રવિણ ચૈાધરી, પ્રાંત અધિકારી જવલંત રાવલ, સહિત આગેવાનો, અધિકારીઓ અને નગરજનો એકતા યાત્ર રથ પ્રસ્થાનક કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. (૩૭.૭)

(4:29 pm IST)