સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

મોળિયાના ગડોદર પાસે ટ્રકની ઠોકરે વડિયાના પ્રોૈઢનું મોત

અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર

જુનાગઢ તા ૨૦ : માળિયા હાટીના તાલુકાના વડિયા ગામના  દલિત અમરાભાઇ કમાભાઇ જાદવ નામના પ્રોૈઢ તેમના મોટર સાયકલ પર ગડોદર પાસે હાઇવે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કેશોદ બાજુથી પુરઝડપે આવી રહેલા જીજે-૧૨-એટી ૭૮૧૫ નંબરના ટેન્કર ટ્રકે અમરાભાઇને હડફેટમાં લેતા તેઓ ફેંકાઇ ગયા હતા.

આ અકસ્માતમાં અમરાભાઇનું માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું અકસ્માતમાં ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો.

આ અંગે મૃતકના ભાઇ રામાભાઇની ફરિયાદ લઇ પોલીસ જમાદાર ડી.એમ. કાગડાએ તપાસ હાથ ધરી છે. (૩.૯)

(4:28 pm IST)