સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

સુરેન્દ્રનગર કેનાલમાં ડૂબતા પતિનું મોત પત્નીનો બચાવ

સુરેન્દ્રનગર તા. ૨૦ : ગઈ કાલે બપોરે પોલીસ કંટ્રોલ માથી ફાયર બ્રિગેડ ઓફીસે ફોન આવીયો કે જલદી દુઘરેજ ની કેનાલ ઉપર આવોઙ્ગ બે વૃદ્ઘ દંપતી ડૂબ્યા છે એમાં પુરૂષ ડેથ થઇ ગયા છે પણ માજી ડુબી રહ્યા છે જો તમે ૫ મીનીટ માં આવી શકો તો માજી બચીજાય એવૂ છે આવા મેસેઝથી ફાયર બ્રિગેડના અનુભા ગોપાલભાઇ સંજય ચોહાણ તોફીક ભાઇ ગુમાનભાઇ કેતનભાઇ ઘનશ્યામ ભાઇ તાત્કાલિક ફાયર લઇ ને ફુલ સ્પીડ માં જઈને માજીને બચાવી લીઘા છે ત્યાં ઉભેલી ૧૦૮ના તમામ કર્મચારીઓ એ સુરેન્દ્રનગર નગરપાલિકા ની ફાયર ની ટીમ ને અભિનંદન પાઠવ્યા છે અને આ વૃદ્ઘ દંપતીમાં જે પુરુષ છે તેમનુ નામ છબીલદાસ દેવજીભાઇ પટેલ અને જે  સ્ત્રી છે તેમને બચાવી લીધા છે તેમનુ નામ છે. જશુબેન છબીલદાસ પટેલ અને રતનપર વીહાર પાર્ક ૧૧ માં રહે છે. આજે સુરેન્દ્રનગર નગરપાલિકા ફાયરની ટીમ ની ઉમદા બચાવ કામગીરી થી એક નો જીવ બચીયો છે ઠેર ઠેર થી તેમને અભિનંદન ની વર્ષા થઈઙ્ગ રહી છે સાથે પોલીસ કંટ્રોલ ની પણ વાહ વાહ થઈઙ્ગ રહી છે પોલીસ જો ફોન થી જાણ નો કરી હોત તો માજી નો બચી શકયા હોત પોલીસ પણ અભિનંદન ને પાત્ર છે.  મરણ પામનાર છબીલભાઇ દેવજીભાઇ પટેલ છે રતનપર રહે છે.(૨૧.૧૧)

(4:27 pm IST)