સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ભાવનગરના જુનીયર અમિતાભ બચ્ચન મુંબઇમાં

ભાવનગરના પિનાકીન ગોહેલ કે જે જુનીયર બચ્ચનના નામે ઓળખાય છે તે દર વર્ષે અમિતાભ બચ્ચનના જન્મ દિવસની ઉજવણી કરે છે. ૭૪માં જન્મ દિવસમાં દિવ્યાંગ દીકરીઓને સ્કૂલબેગની કીટ આપી ત્યારબાદ ૭૬ માં વર્ષના જન્મ દિવસ ૧૧-૧૦-ર૦૧૮ ના રોજ અમિતાભ બચ્ચને જૂનીયર બચ્ચનને જન્મ દિવસની ઉજવણી માટે આમંત્રણ આપેલ. આ આમંત્રણને માન આપી એને મુંબઇ જનક ઓફીસ સ્થાને હાજરી આપેલ અને જયારે જુનીયર બચ્ચન રેલ્વે સ્ટેશન પરથી ઠગ્સ ઓફ હિંદુસ્તાનના ડ્રેસ કોડ પહેરી અમિતાભ બચ્ચન સમક્ષ જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા ઠગ્સ ઓફ હિંદુસ્તાના ડ્રેસ કોડ પહેરી અમિતાભ બચ્ચન સમક્ષ જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા ગયા હતા અને બચ્ચન એબીઆઇએફ ટીમની સંસ્થા ચાલે છે. તેમાં અમિતાભ બચ્ચને પણ પોતાનું નામ નોંધાવેલ છે. ભાવનગરનું ધરેણુ અને ગૌરવશાળી વ્યકિત પિનાકીન ગોહેલ આ સંસ્થાના ભાગ્યશાળી વ્યકિત કે જેઓ ઓર્ગન ડોનેશનમાં પોતાનું નામવાળુ ફોર્મ ભરી અને ઉજવણી કરેલ. (પ-૧ર)

(4:26 pm IST)