સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ચિતલના મહેશ જોશીને જુનાગઢમાં પોલીસની ખોટી ઓળખ આપીને ગોંધી રાખીને પ લાખ પડાવી લીધા

૩ મહિલા સહિત પ સામે પોલીસ ફરિયાદ

જુનાગઢ તા.૨૦: ચિતલના મહેશ જોશીને પોલીસની ખોટી ઓળખ આપીને જુનાગઢમાં ગોંધી રાખી ત્રણ મહિલા સહિત પાંચ શખ્સેએ રૂ. પાંચ લાખ પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ થતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે અમરેલી જિલ્લાનાં ચિતલમાં રહેતા બ્રાહ્મણ મહેશભાઇ ઉમિયાશંકર જોશી (ઉ.વ.૪૦) ને ગત તા. ૬/૮ના રોજ મનસુખ માંગરોલીયા મારફતે તેના મિત્રોએ ફોન કરી જુનાગઢ ખાતે બોલાવેલ. આ બાદમાં રાહુલ આહીર અને અરવિંદ ગજેરા નામનાં શખ્સોએ પોતે પોલીસકર્મી છે તેવી ખોટી ઓળખ આપી જુનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારનાં મકાનમાં મહેશ જોશી વગેરેને ગોંધી રાખ્યા હતા.

દરમ્યાન બળજબરીથી વિપ્ર યુવાન પાસેથી રૂ. પાંચ લાખ પડાવી લઇ જાનથી  મારી નાંખવાની ધમકી આપી હતી.

આવા મતલબની પોલીસ ફરિયાદ ગઇકાલે મહેશ જોશીએ રેખા, હિના સોલંકી, રાહુલ આહીર, અરવિંદ ગજેરા અને એક અજાણી સ્ત્રી સામે નોંધાવતા તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.વિશેષ તપાસ એએસઆઇ પીે.જે. વાળા ચલાવી રહયા છે.

 

(4:25 pm IST)