સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

જામનગરના વકીલ અને તેના ભાઇ ઉપરના ખુની હુમલા કેસમાં આગોતરા જામીન મંજુર

રાજકોટ તા ૨૦ : જામનગરનાંએડવોકેટ તથા તેના ભાઇ ઉપર ખુની હુમલાનાં કેસમાં બાવાજી શખ્સના આગોતરા જામીન અરજીને સેસન્શ કોર્ટે મંજુર કરી હતી.

સદર ગુન્હાની માહીતી મુજબ આ કામના ફરીયાદી એડવોકેટ  હોય અન ેતેઓએ હાલનાં તહોમતદારનાં માલીકીની દુકાન ખરીદ કરેલ હોય, જે અંગેનો ખાર રાખી આ કામમાં તહો. જગદીશગીરી બાવાજીએ અન્ય  આરોપીઓ સાથેમળી ધારયુ, કુહાડી, પાઇપ, પીસ્તોલ જેવા હથીયારથી  ફાયરીંગ કરી ફરીયાદીનાં ભાઇને ખભા પર, વાસામાં, હાથ-પગમાં ઇજા કરી ગેરકાયદેસર મંડળી રચી જાનથી મારી નાખવાના ઇરાદે એક-બીજાને મદદગીરી કરેલ હોય, જે અંગેની ફરીયાદ જામનગર શહેરનાં  સીટી ''સી'' ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૨૩,૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪ તથા આર્મ્સ એકટની કલમ  ૨૭(૧) મુજબ ગુન્હો નોંધાવેલ.

સદરહુ ઉપરોકત ગુન્હાના કામે જામનગરનાં ''સી'' ડીવી. પો.સ્ટે. અરજદાર/આરોપી જગદીશગીરી દયાગીરી ગોૈસ્વામીની ધરપકડ કરશે તેવી દહેશતથી નામ. જામનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન પર મુકત થવા અરજી ગુજારેલ.જે અરજદાર જગદીશગીરી  દયાગીરી ગોૈસ્વામી વતી રાજકોટના યુવા એડવોકેટ શ્રી જીજ્ઞેશ જે.તેરૈયા એ હકીકતલક્ષી તથા કાયદાકીય તથા સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટે ફરમાવેલા ચુકાદાઓની છણાવટ કરી દલીલ કરેલ. જે દલીલ ધ્યાને લઇ ના. સેસન્સ જજ શ્રી ટી.વી. જોશીએ બાવાજી શખ્સ જગદીશગીરી દયાગીરી ગોૈસ્વામીની આગોતરા જામીન અરજી મંજુર કરેલ હતી.

આ કામમાં આરોપી/અરજદાર જગદીશગીરી દયાગીરી ગોૈસ્વામી વતી રાજકોટના યુવા એડવોકેટ શ્રી જીજ્ઞેશ જે. તેરૈયા, અરવીંદભાઇ બી. સોલંકી, નીલેશભાઇ એમ. અગ્રાવત, પંકજભાઇ બી. વાઘેલા, દીલીપભાઇ ચાવડા, એન.જે. પાનોલા રોકાયેલા હતા. (૩.૧૪)

(4:25 pm IST)