સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

વેરાવળ સોમનાથમાં દારૂના નશામાં હિમતસિંહ જાદવે ગળાફાંસો ખાધો

મોટો ભાઇ જોઇ જતાં જીવ બચ્યોઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૦: સોમનાથ વેરાવળમાં શિવ મંદિર પાસે રહેતાં રિક્ષાચાલક હિમતસિંહ માનસિંહ જાદવ (ઉ.૩૮) નામના રજપૂત યુવાને સાંજે ઘરે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં મોટો ભાઇ જોઇ જતાં તાકીદે નીચે ઉતારી વેરાવળ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.

હિમતસિંહ બે ભાઇ અને એક બહેનમાં નાના છે અને સંતાનમાં બે પુત્રી તથા એક પુત્ર છે. દારૂ પીવાની ટેવ ધરાવે છે અને નશામાં આ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે વેરાવળ પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)