સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ઉના પાસે ર બાઇક અથડાતા ઇજા

ઉના તા. ર૦ : તાલુકા આમોદ્રા ગામના સચીનગીરી ગોવિંદગીરી ગૌસ્વામી પોતાની મોટર સાયકલ ઉપર તેમના મિત્રો વિપુલભાઇ ગોસ્વામીને બેસાડી દિવ ગરબી જોવા જતા હતા ત્યારે નાલીયા માંડવી ગામ પાસે આવેલ ભગવાન દાદાના મંદિર પાસે પહોચેલ હતા. સામેથી એક મોટર સાયકલ નંબર જીજે-૧૧ બીએન ૪૪૦ર ના ચાલકે પુરઝડપે ચલાવી ડબલ સવારી મોટર સાયકલ સાથે ભટકાવતા રોડ ઉપર ફંગોળાઇ જઇ પડી જતા સચીનગીરી ગૌસ્વામી ત્થા વિપુલ ગૌસ્વામીને પગ-માથા શરીરના ભાગે ઇજા થતા ઉના દવાખાને સારવાર માટે ખસેડેલ હતો. ઉના પોલીસમાં મોટર સાયકલ ચાલક સામે અકસ્માત કરી ઇજા કર્યાની ફરીયાદ નોંધાવી હતી. (૬.૧૦)

(11:56 am IST)