સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

જસદણ પાલિકામાં ચીફ ઓફીસર દરરોજ ગેરહાજર : ભાજપ દ્વારા બદલીની માંગણી

જસદણ, તા. ર૦ : પાલિકાના ચીફ ઓફીસર એસ.ડી. ચૌહાણ કચેરીમાં દરરોજ અનિયમિત અને વારંવાર ગુટલી મારી જતા હોવાથી પ્રજાકીય કાયોૃમાં દરરોજ નાગરિકોને પરેશાની વેઠવી પડતી હોવાની રાવ જસદણ ભાજપના જાગૃત અગ્રણી રાજુભાઇ ધાધલએ કરી છે.

તેમણે જણાવ્યું કે પાલિકાના ચીફ ઓફીસર ચૌહાણ હાલ રાજકોટમાં વસવાટ કરે છે તેઓ નગરપાલિકામાં દરરોજ બપોર પછી જ આવતા હોવાથી જસદણના નાગરિકોને દરરોજ પોતાના કામોમાં મુશ્કેલી સર્જાય છે. રાજુભાઇ ધાધલએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆતમાં જણાવ્યું કે શહેરના નાગરિકો પોતાના કામો અંગે હેરાન થાય તે કોઇ પણ પ્રકારે ચલાવી લેવામાં આવશે નહીં. જો આ ચીફ ઓફીસરની બદલી નહી કરવામાં આવે તો અમારે ન છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે.

(11:55 am IST)