સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

સુત્રાપાડા : વેરાવળ રોયોન નવદુર્ગા ગરબી મંડળના મહેમાન બનતા કોંગ્રેસ અગ્રણી

 સુત્રાપાડા : રોયોન નવદુર્ગા ગરબી મંડળમાં ઉષાબેન કુસકીયાએ આરતીનો લાભ લઇ નગરપાલિકાના મહિલા પ્રમુખ સહિત નવદુર્ગાની બહેનો સાથે રાસ રમીને નવરાત્રી ઉત્સવ મનાવ્યો હતો. આ તકે એકસોથી પણ વધારે સર્વે જ્ઞાતિના સભ્યો ધરાવતી નવદુર્ગા ગરબી મંડળના સુંદર આયોજન બદલ મંડળના પ્રમુખ મોહનભાઇ ગોહેલના સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતાં.  આ ઉપરાંત ખારવા સોસાયટીમાં પણ આરતીનો લાભ લઇ નાની બાળાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કરાઇ. આ તકે ખારવા સમાજના અગ્રણી દિપકભાઇ દોરીયા તેમજ ગરબી મંડળના આયોજકો તરફથી ઇનામો એનાયત કરાયા હતાં. (તસ્વીર - અહેવાલ : રામસિંહ મોરી-સુત્રાપાડા) (પ-૧૪)

(11:53 am IST)