સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ન્યારા ગામ પાસે ટ્રેક-બાઇકને ઉલાળતા કરણ વડોદરીયાનું મોત

કોળી યુવાન પુત્રના મોતથી કોળી પરિવારમાં આક્રંદ

રાજકોટ, તા.૨૦: જામનગર રોડ પર ન્યારા ગામ પાસે ટ્રકે-બાઇકને ઠોકર મારતા કોળી યુવાનનું મોત નિયજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ પડઘરીના ન્યારા ગામમાં રહેતો કરણ રાજુભાઇ વડોદરીયા(ઉ.વ.૪૪)ગઇકાલે પોતાનું જી.જે.૩ બીજે. ૪૯૩૦ નંબરનું બાઇક લઇને જતો હતો. ત્યારે ન્યારા ગામ પાસે ધારની સામે જીજે.૨૦ ટીવી. ૮૬૯૮ નંબરના ટ્રકના ચાલકે બાઇકને ઠોકર મારતા કોળી યુવાન ફંગોળાઇ ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. અને કોઇએ જાણ કરતા કોળી યુવાનના પરિવારજનો તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કરણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યા તપાસીનીસ તબીબોએ જોઇ તપાસી કરણનું મોત નિયજયુ હોવાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.ડી વાળા સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક કરણ ત્રણભાઇ અને એક બહેનમાં બીજા નંબરનો હતો. તે જામનગર રોઠ પર જકાત નાકા પાસે આવેલ ચામુંડા ગેરેજમાં કામ કરતો હતો. આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી કરી તપાસ હાથ ધરી છે.(૨૨.૩)

(11:48 am IST)