સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

ગોંડલમાં સાગર સોલંકીએ નશામાં ચકચુર થઇ પોતાના શરીર પર બ્લેડના ઘા માર્યા

લોહી લોહાણ હાલતમાં પોલીસ પર આક્ષેપ કરતો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ

ગોંડલ, તા.૨૦:ગોંડલ સરકારી દવાખાના ચોક પાસે એક યુવાને દારૂના ચિક્કાર નશામાં અર્ધનગ્ન હાલતમાં પોતાના શરીર પર બ્લેડના લોહીલુહાણ થઇ જવા પામ્યો હતો અને પોલીસની મીઠી નજર તળે ગોંડલી નદીના પટમાં દ્યોડીપાસાનો જુગાર તેમજ અસામાજિક પ્રવૃત્ત્િ। ચાલતી હોય તેવા આક્ષેપો કરી પોલીસને ગાળો ભાંડતો વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થતા ચર્ચા જાગી છે..પ્રાપ્ત વિગતો મુજબ સરકારી દવાખાના ચોક સામે ગોંડલી નદીના પટમાં રહેતા સાગર મનસુખભાઈ સોલંકી નામના યુવાને દારૂના નશામાં હોસ્પિટલ ચોક માં આવી પોતાના શરીર પર જ આડેધડ બ્લેડના દ્યા મારતા લોહીલુહાણ થઇ જવા પામ્યો હતો, અસામાજિક પ્રવૃત્ત્િ। ચલાવતા લોકો એ તેમના માતાપિતા પાસેથી રૂપિયા ૫૦ હજારની બદલે રૂપિયા ૧૦ લાખની ઉદ્યરાણી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને તેના માબાપને માર મારી ગોંડલ છોડવા મજબૂર કર્યા વીડિયોમાં જણાવી રહ્યો છે, અત્રે એ ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ચોકમાં બે પાંચ મિનિટમાં પોલીસની ગાડી અવાજ કરતી હોય તેમ છતાં પણ કલાકો સુધી ચાલે આ ડ્રામામાં કોઈ પોલીસ ફરકી ન હતી અને દારૂના ચિક્કાર નશામાં શરીરે બ્લેડના દ્યા મારી યુવાનની કોઈએ રોકવાની પણ કોશિશ ના કરી હતી માત્ર લોકો વિડીયો શુટીંગ કરી તમાશો જોવામાં મશગુલ જણાયા હતા. અને આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે.(૨૨.૫)

(11:46 am IST)