સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

વિરપુર (જલારામ) દરબારગઢ ચોકમાં દબાણ હટાવવા બાબતે આત્મવિલોપનની ચિમકી

ગોંડલ તા.૨૦: જલારામ વિરપુર ખાતે મધ્યભાગમાં પ્રોપર્ટી ધરાવતા અને ગોંડલ યોગીનગર ખાતે રહેતા પ્રવિણસિંહ મનુભા જાડેજાએ વર્ષ ૨૦૧૬ થી વારંવાર દબાણ હટાવ મુદ્દે લાગતા વળગતાને રજુઆત કરવા છતા લાગણીહીન નિંભરતંત્ર આ દીશામાં ફકત જવાબ મોકલીને આગળની કાર્યવાહી કરીને કરેલ કાર્યવાહીની નકલ અત્રેની કચેરીને મોકલવા અંગેના પત્ર થી જ સંતોષ માનતા હોય છે સ્થાનિક લેવલથી કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી અંતે દબાણ હટાવ મુદ્દે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

ગોંડલ ૧૬ યોગીનગર ચબુતરા પાસે રહેતા અને જગવિખ્યાત જલારામ વિરપુર ખાતે ગામના મધ્ય ભાગમાં આવેલ સરકારી પ્રાઇમ મિલકત દરબારગઢ નામે પ્રચલિત જાહેર ચોકમાં ભારે દબાણ થઇ ચુકયું છે. ટ્રાફીકને અડચણરૂપ આ દબાણ વિરપુરની મુખ્ય સમસ્યા છે. દબાણને કારણે મકાનમાં સુધારા વધારા કરવા માટે નાના-મોટા વાહનો પણ ચલાવવા મુશ્કેલ ભર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ જાહેર પ્રસિદ્ધી કરીને આ મુદ્દાને ખાસ પોતાના કાર્યક્રમમાં સમાવિષ્ટ કર્યો છે જયારે સ્થાનિક તંત્ર આ દબાણ મુદ્દે મોૈન સેવી રહયા છે વર્ષ ૨૦૧૬ થી લઇને આજ દિવસ સુધી તંત્ર સહયોગ આપવામાં ઉદાસીનતા દાખવે છે. નાયબ કલેકટર ગોંડલના પત્રને મજસ / વશી/૧૨૩૫/૨૦૧૬થી મામલતદાર અને વિરપુર પોલીસને દબાણ હટાવવા સુચના આપેલ છે પરંતુ કાર્યવાહી ન થતા તા. ૧૦/૯/૧૮થી પત્ર દ્વારા જાણ કરીને રાજકોટ કલેકટરશ્રીને મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં મુકવા વિનંતી કરેલ હતી. પરંતુ કોઇ જવાબ આવેલ નહી ત્યારે અરજી અન્વયે  શ્રી મુખ્યમંત્રીરીએ  તા. ૧૪-૯-૧૮થી જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ કલેકટર ગોંડલને દબાણ હટાવવા સુચના આપેલ. આ સુચના અન્વયે તલાટીકમ મંત્રી શ્રી વિરપુરએ તેમના પત્ર નં. ૧૯૫/૧૮ દબાણ હટાવવા પંચાયતને ઠરાવ નં.પ થી પસાર કરેલ છે અને દબાણકર્તાઓને નોટીસો પાઠવવામાં આવી છે. જેવો જવાબ આપેલ પરંતુ કેટલા દિવસની નોટીસ પાઠવવામાં આવી અને કેટલા દિવસે દબાણ દૂર થાશે તેવો સંતોષકારક જવાબ પંચાયત દ્વારા આપવામાં આવેલ નથી આમ વારંવારની રજુઆત કરવા છતાં જવાબદાર તંત્ર કામગીરી કરવામાં ઉદાસીનતા સેવી રહયું છે.

વર્ષ-૨૦૧૬થી લઇને અત્યાર સુધીની લાંબી રજુઆત કરી હોવા છતાં સ્થાનિક તંત્ર ઉપલા અધિકારીની સુચનાને પણ ઘોરીને પી જતા હોવાનું ઉજાગર થવા પામ્યું છે. ત્યારે પોતાની પ્રોપર્ટીમાં સુધારા વધારા કરવા માટે અહીંયા કોઇપણ જાતનું વાહન આવી શકે તેમ નથી દબાણકર્તાઓ દ્વારા પાકા દબાણ કરેલ હોય જેમને કારણે મુશ્કેલી ઉભી થઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવતા નથી આ બેદરકારી માટે સ્થાનિક તલાટી તાલુકા વિકાસ અધિકારી વિશેષ જવાબદાર છે લાંબી રજુઆતો બાદ દિવસ-સાતમાં કાર્યવાહી ન કરવામાં આવે તો ના છુટકે આગામી તા. ૨૯ના રોજ વિરપુર દરબારગઢ ચોક અથવા મામલતદાર કચેરી જેેતપુર, તાલુકા પંચાયત કચેરી જેતપુર, તેમજ ગ્રામ પંચાયત કચેરી વિરપુર ખાતે પ્રવિણસિંહ જાડેજા આત્મવિલોપન કરશે.(૧.૬)

(11:45 am IST)