સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

સોનગઢમાં બંધ મકાનના તાળા તૂટયાઃ અઢી લાખની ચોરી

ભાવનગર તા. ર૦: સિહોર તાલુકાનાં સોનગઢ ગામે રહેતાં વિજયસિંહ રામસિંહ ભાટી તેનાં પરિવાર સાથે ભાવનગર શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે તેનાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો એ તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રોકડા રૂ. ર૧પ૦૦ અને સોના-ચાંદીનાં દાગીના મળી કુલ રૂ. ર૪૧પ૦૦નાં મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયા હતા આ અંગે વિજયસિંહ એ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. (૭.ર૦)

(11:44 am IST)