સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th October 2018

વિરમગામ શહેરમાં વિજયાદશમીએ પત્રકારો દ્વારા કટારની સાથે કલમનુ પુજન કરાયુ

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ આયોજન કાર્યક્રમમા પત્રકારો દ્વારા કટાર, કલમ, કેમેરા, લેપટોપ, અખબારોનુ પુજન અર્ચન કરવામાં આવ્યું

વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે - બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે. ધનનો ઉપયોગ અહંકારના દેખાવમાં, બળનો ઉપયોગ બીજાને નુકશાન પહોંચાડવામાં કરે છે. તેનાથી વિપરિત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, બીજાની સેવામાં અને પોતાના ધનનો ઉપયોગ સારા કામ કરવા માટે કરે છે. આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરે છે. વિજયાદશમીએ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનો રાવણ પર વિજય, સત્યનો અસત્ય પર ઘર્મની અધર્મ પર અને ન્યાયની અન્યાય પર જીત છે.  વિજયાદશમીના દિવસે વિરમગામ સહીત અમદાવાદ જીલ્લમા શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું ત્યારે વિરમગામમા પત્રકારો દ્વારા કટારની સાથે કલમ રૂપી શસ્ત્રની પુજા કરવામાં આવી હતી. અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ આયોજન કાર્યક્રમમા પત્રકારો દ્વારા કટાર, કલમ, કેમેરા, લેપટોપ, અખબારોનુ પુજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબના પ્રમુખ પીયૂષ ગજ્જર, વરિષ્ઠ પત્રકાર નવીનચંદ્ર મહેતા, વંદના નીલકંઠ વાસુકિયા સહીતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પત્રકાર માટે કલમ એ શસ્ત્ર થી કમ નથી ! એટલે જ  કહેવાયું છે કે બંદૂક કરતા કલમ ની તાકત વધુ હોય છે. સામાન્ય પ્રજા ભ્રષ્ટાચારરૂપી રાવણોના ત્રાસ થી દુઃખી છે ! સામાન્ય માનવી માટે ન્યાય મેળવવો મુશ્કેલ બની ગયો છે. એટલે જ  કળયુગમાં ઘણી વખત   સત્ય પર અસત્ય નું વિજય થવાનાં ઉલ્ટા દાખલા પણ જોવા મળે છે. આવા સમયે પણ પત્રકારો દ્વારા કલમની તાકાતથી સત્યનો સાથ આપવામાં આવે છે.

:-પીયૂષ ગજ્જર,રિપોર્ટર,વિરમગામ

(10:19 pm IST)