સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

મોરબીની આલાપ રોડ પરની સોસાયટીમાં રોડ રસ્તા, વીજળી સહિતના પ્રશ્ને જાગૃત નાગરિકે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી.

મોરબીની આલાપ રોડ પરની સોસાયટીમાં પાણી, રોડ રસ્તા, વીજળી, રખડતા ઢોર સહિતના પ્રશ્નો મામલે વિસ્તારના જાગૃત નાગરિકે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે
મોરબીના આલાપ રોડ પર પટેલ નગરમાં રહેતા કાંજીયા નરશીભાઈ મોહનભાઈએ પાલિકાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પટેલ નગર, ન્યુ આલાપ, ખોડીયારપાર્ક સોસાયટીમાં વિવિધ પ્રશ્નો છે જેમાં સોસાયટીની પાઈપ લાઈન નાખેલ છે તે નાની છે જેથી વસ્તીનો વધારો થતા છેવાડાના ફ્લેટ સુધી પાણી મળતું નથી રોડ રસ્તા જયારે સોસાયટી બની ત્યારે રોડ બનાવેલ તે રોડમાં ખાડા પડી ગયેલ છે
જેથી ચાલી સકાય તેમ નથી વીજળી દિવસ રાત્રી દરમિયાન ચાલુ રહે છે જેમાં ૧૦ પોલમાં લાઈટ બ્ન્ધ્ચે ૧ણ ૧૫ પોલમાં ખાલી લોખંડ પટી છે જેમાં લાઈટ નથી નવા ૧૫ પોલમાં નવી લાઈટ મુકવાની જરૂર છે તે ઉપરાંત સોસાયટીમાં સ્વચ્છતા બાબતના પ્રશ્નો છે જેમાં સોસાયટીના અનેક પ્લોટ ખાલી છે જેમાં વરસાદી પાણી ભરાતા ગંદકી થાય છે જેથી તમામ પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માંગ કરી છે.

(9:23 pm IST)