સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th September 2020

ભાવનગર, ગીરસોમનાથ અમરેલી અને બોટાદ પંથકમાં વરસાદ

બોટાદના ઢસા તથા આસપાસના ગામો, ભાવનગરનાં મહુવા અને તળાજા અને અમરેલીમાં ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ

અમદાવાદ : રાજ્યમાં વરસાદી સિસ્યમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેના અનુસંધાને બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બોટાદના ઢસા તથા આસપાસના ગામોમાં વરસાદ પડ્યો હતો. ભાવનગરનાં મહુવા અને તળાજા તથા આસપાસનાં વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમરેલીમાં ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના અનેક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો

(12:26 am IST)