News of Friday, 20th September 2019
આટકોટમાં પોણો ઇંચ
કોડીનાર-૧ાા, વેરાવળ-બાબરા-બગસરામાં ૧ ઇંચઃ જુનાગઢમાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ
ગીરગઢડા, તાલાલા, પાલીતાણા, લીલીયામાં અડધો ઇંચઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાનમાં પલ્ટો
રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ સાંજથી હવામાનમાં પલ્ટો આવ્યો છે અને હળવો - ભારે વરસાદ વરસી જાય છે.
આજે પણ બીજા દિવસે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં દોઢ અને વેરાવળમાં એક ઇંચ વરસાદ પડયો છે.
જયારે અમરેલી જીલ્લાના બાબરા - બગસરામાં એક ઇંચ વરસાદ પડયો છે.
જયારે ગીરગઢડા, તાલાલા, પાલીતાણા, લીલીયામાં અડધો ઇંચ વરસાદ પડયો છે.
જયારે અમરેલી, ધારી, સાવરકુંડલા, ગારીયાધાર, જેશર, સુત્રાપાડા-જેતપુરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.
જુનાગઢ
જુનાગઢ : જુનાગઢમાં આજે બપોરે ર વાગ્યા આસપાસ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
આટકોટ
આટકોટ : શહેરમાં આજે બપોરના ર વાગ્યાથી વરસાદ શરૂ થયો છે. અને અડધાથી પોણો ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
(3:59 pm IST)