News of Friday, 20th September 2019
૭૦ વર્ષના વૃધ્ધાને દિપડાએ ફાડી ખાધા
અમરેલી તા. ર૦: અમરેલી જીલ્લાના ખાંભા તાલુકાના મુંજીયાસરમાં ૭૦ વર્ષના વૃધ્ધાને દિપડાએ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે ૭૦ વર્ષના નનુબેન રામભાઇ પરમાર લઘુશંકા કરવા માટે ઘરની બહાર નીકળ્યા હતા.
ત્યારે દિપડાએ તેની ઉપર હુમલો કર્યો હતો અને વૃધ્ધાને ઢસડીને વાડીના જુવારના પાકમાં લઇ જઇને ફાડી ખાધા હતા.
આ બનાવની જાણ થતા વન વિભાગ અને પોલીસ ટીમ દોડી આવી હતી. મૃતદેહને પીએમ માટે ખાંભા હોસ્પિટલે ખસેડાયો હતો.
(3:43 pm IST)