સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th September 2019

બાબરાના અમરાપુર જુથ સેવા સહકારી મંડળી દ્વારા એક્ષપાયર ખાતરનું વેચાણ ખેડૂતોએ અટકાવ્યું

બાબરા,તા.૨૦:અમરાપરા જુથ સેવા સહકારી મંડળી લી. બાબરા અને ગલકોટડી માં પોતાનું કાર્ય ક્ષેત્ર ચલાવી રહી છે જેમાં બાબરા અને ગલકોટડી ગામે વેચાણ કેન્દ્ર માટે ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે આજે ગલકોટડી ગામે ચાલતા ખાતર ના વેચાણ કેન્દ્ર ઉપર રાસાયણિક ખાતરો ની ખરીદી કરવા આવેલાઙ્ગ ખેડુતો ને જૈવ ખાતર લીકવીડ ની બોટલો ની ફરજીયાત ખરીદી કરવા ફરઝ પાડવા સહિત આ જૈવ ખાતર બોટલો કીમત કરતા વધુ રકમો તફડાવી અને એક્ષપાયર બોટલો ધાબડવા માં આવતી હોવાનું કૌભાંડ સ્થાનિક સરપંચ વાસુર ચૌહાણે ઝડપી લાગતા વળગતા ને જાણ કરવા માં આવી છે હાજર ખેડૂતો ના જણાવ્યા મુજબ અમરાપરા જુથ સેવા સહકારી મંડળી લી ના કર્મચારી દ્વારા ખેડૂતો ની રાસાયણિક ખાતર ની જરૂરિયાત સામે બળજબરી થી આ જૈવ ખાતર ની બોટલો ખરીદવા જણાવવા માં આવતું હતું જેમાં વધુ રકમો મેળવી અને ખરીદી નું સાદું બીલ આપી કામ ચલાવવા માં આવતું હતું ખેડૂતો દ્વારા એક્ષપાયર દવાનું પ્રત્યક્ષ વેચાણ જડપી પાડતા ગોડાઉન સંચાલક ગોડાઉન બંધ કરી ચાલતી પકડી હતીઙ્ગ

મંડળી વર્તુળ માંથી મળતી વિગત મુજબ ખાતર કંપની દ્વારા જૈવ ખાતર ફરજીયાત આપવામાં આવતું હતુ અને આ વિસ્તાર માં જૈવ ખાતર ના વપરાશ અંગે ખેડૂતો માં જોઈ તેટલો ઉત્સાહ નથી સાથો સાથ પડતર પડેલા જૈવ ખાતરો નું વેચાણ કરવા મંડળી દ્વારા કર્મચારી વર્તુળ માં સુચના આપવા માં આવી નથી છતાં ઉઠેલી લોક ફરિયાદ અંગે કાર્યવાહી હાથ ધરવા માં આવશે

બીજી તરફ ખેડૂતો વતી ગ્રામ્ય સરપંચ સહિતનુ ખેડૂત પ્રતિનિધિ મંડળ આગામી દિવસો માં જીલ્લા કૃષિ અધિકારી અને જીલ્લા કલેકટર સમક્ષ વિગતે રજુઆત સાથે ખેડૂતો સાથે છેતરપીંડી કરનાર મંડળીના વેચાણ લાઇસન્સ રદ કરવા સુધી માંગ કરનાર હોવાનું જાણવા મળે છે

(1:12 pm IST)