સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th September 2019

જૂનાગઢ જિલ્લા પંચાયતનાં મહિલા સભ્યનાં પતિને માણાવદરનાં શખ્સની ધમકી

જ્ઞાતિ પ્રત્યે પણ હડધુત કર્યાની ફરિયાદ

જુનાગઢ તા. ર૦: માણાવદરનાં અજીતસિંહ ચાવડા નામનો નિવૃત કર્મચારી સાચી-ખોટી અરજીઓ કરી સરકારી અધિકારી અને કર્મચારીનાં સમયનો બગાડ કરતો.

આ શખ્સ અરજીઓનાં કારણે અધિકારીઓ-કર્મચારીઓ ત્રાસી ગયા હોવાનું માણાવદરના પાદરડી ગામે રહેતાં મનસુખભાઇ પરબતભાઇ મુછડીયાનાં પત્નિ કે જેઓ જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય હોય તેમને ધ્યાનમાં આવેલ.

આથી તેઓએ અજીતસિંહને બ્લેકલીસ્ટમાં મુકવા આવે તેવી સરકારમાં રજુ કરેલ.

દરમ્યાન ગઇકાલે મનસુખભાઇ અને અજીતસિંહ માણાવદરમાં તાલુકા પંચાયત કચેરી પાસે ભેગા થઇ ગયા હતા.

જયાં આ શખ્સે મનદુઃખ રાખી મનસુખભાઇ મુછડીયાને માર મારવાનો પ્રયાસ કરે તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે માણાવદર પોલીસે ફરિયાદનાં આધારે તપાસ શાથ ધરી છે.

(11:27 am IST)