સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

કચ્છનો બન્ની વિસ્તારમાં માલધારીઓ મૂંઝવણમાં : પશુધનને ચિંતા :ઘાસ અને પાણીની વિકટ સમસ્યા

કચ્છનો બન્ની વિસ્તારમાં બે વર્ષથી નબળા ચોમાસા કારણે આ વિસ્તારમાં ઘાસ ઉગ્યું નથી. ત્યારે માલઘારીઓ ઘાસ અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. અને પોતાના પશુધનને બચાવવાની ચિંતા સતાવી રહી છે

 ભુજ તાલુકામાં આવેલો બન્ની વિસ્તાર પશુધન માટે જાણીતો છે. આ બન્ની પંથકમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે.. કેમ કે અહીં મોટેભાગે માલધારીઓ વસે છે. આ વર્ષે ભુજ તાલુકામાં માત્ર ૮૨ મિલીમીટર જ વરસાદ થયો છે. વરસાદ ખેંચાતા દુકાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

(12:14 am IST)