સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ભાવનગરમાં સ્વાઇન ફલુથી ૧૩ વર્ષના બાળકનું મોત

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર, તા. ર૦ : ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સ્વાઇન ફલુના શંકાસ્પદ લક્ષણ સાથે દાખલ ૧૩ વર્ષીય સગીરનું મોત નિપજયું છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલુના ગંભીર લક્ષણો સાથે દાખલ કરાયેલ તળાજાના મથાવડા ગામમાં રહેતા શ્રમજીવી પરિવારના ૧૩ વર્ષના સગીરનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ સગીરને સ્વાઇન ફલુના વોર્ડમાં સારવાર આપવા આવી રહી હતી તેનો રીપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નિપજયું છે.ઉલ્લેખનીય છે કે હાલમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સ્વાઇન ફલુમાં ૪ દર્દીઓ અલાયદા વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે જે પૈકી એકની સ્થિતિ ગંભીર ગણાવાઇ રહી છે. (૮.૮)

(3:15 pm IST)