સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

દેપાળીયા શ્રી રામધામ આશ્રમે ચાલતી અખંડ શ્રીરામધુનનો ૭માં વર્ષમાં મંગલ પ્રવેશ

પડધરી તા.૨૦: દેપાળીયા શ્રીરામધામ આશ્રમમાં સંતશ્રી નાથાભગત પ્રેરિત અખંડ શ્રીરામધુનના તા. ૧૮ના દિવસે ૬ વર્ષ પુરા કરી ૭માં વર્ષમાં મંગલપ્રવેશ કર્યો છે. તે નિમિતે હનુમાનજી દાદાને રિઝવવા માટે ૯ કુંડી મહાયજ્ઞ, શોભાયાત્રા, પોથીયાત્રા, ધ્વજારોહણ, સ્ટેજ કાર્યક્રમો રાખેલ હતા. તેમાં મહાન વિભુતિઓ, સંતો, ભકતો તેમજ તમામ સમાજના આગેવાનોની ઉપસ્થિતિ હતી. અખંડ ધુનમાં દિવેલ પુરવા અને તમામ ધુન મંડળના આશિર્વાદ લેવા પધારેલા પ.પૂ. સંત શ્રી અવધકિશોરદાસ બાપુ (મોેઢેરા), પ.પૂ. સંત શ્રી છોટેમોરારી રામેશ્વરબાપુ હરીયાણી (અમદાવાદ), પ.પૂ. સંત શ્રી દામજીભગત (બગથળા), પ.પૂ. સંતશ્રી વિદ્યાનંદબાપુ (ગઢડા), પ.પૂ. સંતશ્રી ગીરજાનંદબાપુ (સણોસરા), પ.પૂ. સંતશ્રી પ્રભુદાસબાપુ (ટંકારા) સાથે અનેક સંતો પધાર્યા હતા અને તમામ સમાજના આગેવાન પટેલ સમાજના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા તથા મુળજીભાઇ ભીમાણી, શિવલાલભાઇ ઘોડાસરા, ડાયાભાઇ ભીમાણી, દામજીભાઇ ફેફર, બાવનજીભાઇ મેતલીયા, ગંગારામભાઇ દેત્રોજા, અમરશીભાઇ કનેરીયા, તળશીભાઇ તાલપરા, અમરશીભાઇ ગોપાણી, છગનભાઇ વાંજાળીયા, જયંતિભાઇ ગોપાણી, ગીરધરભાઇ પનારા, હરીભાઇ છત્રોલા, ચતુરભાઇ સવેરા, જેરામભાઇ ભાલોડીયા, ધીરૂભાઇ સવસાણી, નાનજીભાઇ સવેરા, મનસુખભાઇ ચનીયારા અને તમામ સમાજના આગેવાનો આવીને સંતશ્રી નાથાભગતનું બહુમાન કરેલું હતું અને વહીવટકર્તા શ્રી બાબુભાઇ ગોપાણી અને વાલજીભાઇ દલસાણીયાને અભિનંદન આપેલ હતા અને આ અખંડ ધુન આજીવન ચાલુ રહે તેવી શ્રી રામ પાસે પ્રાર્થના કરેલ હતી.

જાહેરસભામાં બાબુભાઇ ગોપાણીએ આહવાન સાથે સમાજને સંબોધન આપ્યું હતું કે ''કલી કેવલ નામ આધારા જપી ઉતરો ભવ પારા.'' તે વાત સાથે વધુમાં વધુ હરી નામ જપો અને વધુમાં વધુ રામનામ પોથી લખો તેવો આદેશ સંતશ્રી નાથાભગતનું છે. તે પ્રવચનમાં બાબુભાઇએ આહવાન કરેલ હતું. અને અમે કોઇ પાસે કોઇ પ્રકારનું દાન માંગતા નથી પણ તમારુ જ કલ્યાણ કરવા માટે આ જીવનના થયેલા પાપને બાળવા માટે એક માસમાં એક દિવસ શ્રી રામધામ આશ્રમમાં શ્રી રામધુન કરવા માટે પધારો. તેવો સંકલ્પ કરો તેવી પ્રાર્થના કરેલ હતી.

સાથે-સાથે ગાંધીનગરથી બિનઅનામત વર્ગના ચેરમેનશ્રી બી.એચ. ઘોડાસરા તથા ધારાસભ્ય લલિતભાઇ કગથરા અને રમેશભાઇ રાણીપાએ બાબુભાઇ ગોપાણીને ફોન દ્વારા અભિનંદન પાઠવેલ હતા અને સંતશ્રી નાથાભગતને વંદન સાથે નમન કર્યા હતા.

(1:47 pm IST)