જેતપુરમા ફલેટમાં ચાલતા જુગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૭ પકડાયા
નવનિયુકિત પી.આઇ. વી.આર. વીણીયા તથા સ્ટાફને દરોડાઃ ૭પ હજારની રોકડ કબ્જે
જેતપુર તા. ર૦ : શહેરના જીથુડી રોડ વિસ્તારમાં ફલેટમાં ચાલતા જુગારના હાટડા પર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૭ શખ્સોને ૭પ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા.
શહેરના જીથુડી રોડ પર જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે સીટી પી.આઇ. વી.આર. વાણીયાએ ડી.સ્ટાફને સાથે રાખી માહીર એપાર્ટમેન્ટમ બ્લોક નં.૩૧૧ માં રહેતો વિશાલ નિલેશભાઇ મારૂના ફલેટમાં જુગાર અંગેની રેડ કરતા તીનપતીનો જુગાર રમતા આનંદ ગીરીશભાઇ સાતા, પ્રફુલ જેન્તીભાઇ ગઢીયા, મનસુખ દેવશીભાઇ સોલંકી, જયેશ નિલેશભાઇ મારૂ, (રહે. તમામ જીથુડી રોડ માહીર એપાર્ટમેન્ટ) દેવેન્દ્ર કનૈયાલાલ ખુહા, (રહે રોયલ પાર્ક જીથુડી રોડ), કપીલ દયારામ નિમાવત, (રહે. બાવાવાળા પરા લક્ષ્મીનગર સોસાયટી) તથા મકાન માલીક વિશાલ મારૂને રોકડ રૂપિયા ૭પ,૬પ૦ સાથે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી ચેતનભાઇ ઠાકોરે હાથ ધરી છે.