સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

જેતપુરના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પડી જતા માધાભાઇ પટેલનું મોત

જેતપુર તા. ર૦ : તાલુકાના બોરડી સમઢીયાળા ગામે કુવામાં પડી જતા પટેલ પ્રૌઢનું મોત થયું હતું.

જાવા મળતી વિગત અનુસાર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે રહેતા પટેલ માધાભાઇ ગોવિંદભાઇ ચિરડીયા (ઉ.પ૭) વાળા ગામની સીમમાં આવેલ તેમની વાડીમાં ગત રાત્રીના ગુલાબના ફુલ વિણતા હતા તે દરમ્યાન કોઇ કારણોસર કુવામાં પડી જતા માથામાં ગંભીર ઇજા થતા મોત નિપજેલ તેના મૃત દેહને પી.એમ.માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ મજનુભાઇ મનાતે હાથ ધરી છે.

(1:40 pm IST)