સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

કાલે સૌરાષ્ટ્ર-કચ્છના મધ્યાહન ભોજનનાકર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ

ટંકારા : કર્મચારીઓએ આવેદન પત્ર પાઠવીને રોષ ઠાલવ્યો હતો. (તસ્વીર : હર્ષદરાય કંસારા-ટંકારા)

રાજકોટ તા. ર૦ :.. કાલે સૌરાષ્ટ્ર-કચ્છના મધ્યાહન ભોજનના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાલ ઉપર ઉતરશે.

જેમાં પગાર વધારો, અનાજના જથ્થાની ફાળવણી સહિતના મુદ્ે એક મહિના પહેલા સરકારને અલ્ટીમેટમ આપ્યા બાદ કાલથી  રાજયના એક લાખ જેટલા મધ્યાહન ભોજનનાં કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરશે.

ટંકારા

ટંકારા : તાલુકા મધ્યાહન ભોજન યોજના કર્મચારી મંડળ દ્વારા મામલતદાર વી.કે. પંડયાને આવેદનપત્ર અપાયેલ.

આવેદનપત્રમાં અખિલ ગુજરાત મધ્યાહન ભોજન મંડળ દ્વારા કરાયેલ એલાન મુજબ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેશે.

ટંકારા તાલુકામાં રસોયા તથા મદદનીશોને ઓછુ વેતન ચુકવાય છે. જયારે રસોઇ માટે નવું મેનું જાહેર કરાયેલ છે. તેમાં કામગીરી ડબલ થાય છે.

દરરોજ ભોજન તથા નાસ્તો આપવાનો છે.

ટંકારા તાલુકાના ઇમરજન્સી બીલ પણ હજુ ચુકવાયેલ નથી તે તાકીદે ચુકવવા માંગણી કરેલ છે.

કર્મચારી મંડળના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા તથા મહિલા કર્મચારીઓ દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયેલ તા. ૨૧-૯-૧૮થી કામગીરીથી અળગા રહેશે તેમ જણાવાયેલ છે.

કાલાવડ

કાલાવડ : મધ્યાહન ભોજન કર્મચારીઓ કાલે હડતાલમાં જોડાઇને રોષ વ્યકત કરશે.(પ.૧૬)

(12:52 pm IST)