સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ધારાસભ્યોનો પગાર વધવાથી ધોરાજી, ઉપલેટા પંથકના ગરીબ દર્દીઓને વધુ લાભ થશે

કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા ધારાસભ્ય બન્યા ત્યારથી પગાર તથા તેમા વધુ રકમ ઉમેરીને મેડીકલ કેમ્પો કરે છે

રાજકોટ, તા., ર૦: ગઇકાલે રાજય સરકાર દ્વારા ધારાસભ્યોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. આ પગાર વધારાનો ફાયદો ધોરાજી-ઉપલેટા પંથકના લોકોને થશે.

ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઇ વસોયા જયારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી ધારાસભ્ય તરીકે તેમને મળતો પગાર લેતા નથી અને આ રકમ ગરીબ દર્દીઓના હિતમાં વાપરે છે.

લલીતભાઇ વસોયા છેલ્લા ઘણા સમયથી ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ગરીબ દર્દીઓના લાભાર્થે નિઃશુલ્ક નિદાન કેમ્પો યોજીને જરૃરીયાતમંદ દર્દીઓને ઓપરેશન પણ નિઃશુલ્ક કરાવી આપે છે. 'અકિલા'ના ફેસબુક લાઇવમાં પણ શ્રોતાઓએ લલિતભાઇના કામની કદર કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે લલીતભાઇ વસોયા રાજયના અન્ય ધારાસભ્યો કરતા ઓછી મિલ્કત  ધરાવે છે.(૪.૩)

(12:48 pm IST)