સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

મોરબીના મહેન્દ્રનગરની યુવતિ મીનાક્ષી ગૂમ

મોરબી, તા. ર૦ : મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી યુવતી લાપતા બનતા તેના પિતાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. મોરબીના મહેન્દ્રનગરમાં રહેતા હસમુખભાઇ ડાભીએ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭ના રોજ તેની દિકરી મીનાક્ષી (ઉ.વ.ર૦) ઘરેથી દોરા સહિતની વસ્તુઓ લેવા નીકળી ત્યાર બાદ હજુ સુધી ઘરે પરત નહીં ફરતા તેના પિતાએ તે લાપતા બનતા જાણ કરતા પોલીસે તપાસ આદરી છે. (૮.૧૦)

(12:45 pm IST)