સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th September 2018

ભગવાન શ્રી હરિ જલ વિહાર કરવા નીકળશે

ધર્મરાજા યુધિષ્‍ઠિર ભાદરવા શુકલા એકાદશીનું નામ વામન જયંતિ એકાદશી છે. પૂર્વ ત્રેતાયુગમાં બલી નામનો દૈત્‍ય હતો તે ભગવાન વિષ્‍ણુનો ભકત હતો. જપ, તપ, પૂજા પાઠથી શ્રી વિષ્‍ણુ ભગવાનને પ્રસન્‍ન કરેલ. તે બ્રાહ્મણોને આદર માન આપતો તે હોમયજ્ઞ કરાવતો તેણે મહાન શકિત મેળવેલી. તેણે ઈન્‍દ્ર રાજાને હરાવી ઈન્‍દ્રાસન લઈ લીધુ અને દેવતાઓને પણ ત્રાસ આપતો. દેવતાઓ બધા ભેગા થઈને ભગવાન વિષ્‍ણુ પાસે ગયા. સ્‍તુતિ કરી કે બલીરાજાના ત્રાસથી મુકત કરવા વિનંતી કરી. વિષ્‍ણુ ભગવાને વામન રૂપ લઈ બટુક બ્રાહ્મણનો વંશ ધારણ કરી બલીરાજા યજ્ઞ કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા હતા. ત્‍યાં આવીને બલી રાજાને દક્ષિણા આપવા કહ્યું. વામન ભગવાને ત્રણ પગલા જમીન માગી બલીરાજા તે જમીન આપવા કબુલ થયો. બીજી બાજુ બટુક સ્‍વરૂપ વધાર્યુ. પહેલે પગલે પૃથ્‍વી લઈ લીધી. બીજે પગલે સ્‍વર્ગ લોક લીધુ. ત્રીજુ પગલુ કયાં મૂકવુ બલી રાજાને પૂછ્‍યુ બલીરાજાએ પોતાનું માથુ નમાવી પગલુ ભરી લેવા કીધુ. જેથી ભગવાને તેના માથા ઉપર પગ મૂકતા તેને પાતાળમાં ઉતારી દીધો. છતાં ટેકન છોડી વચન પાલન કર્યુ બલીરાજાની ભકિત ત્‍યાંથી સત્‍ય પાલનથી ભગવાન શ્રી વિષ્‍ણુ પ્રસન્‍ન થયા છે. ભાદરવા સુદ એકાદશી કે પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્‍ણુ એક સ્‍વરૂપે પાતાલમાં બલી રાજા પાસે રહે છે. જયારે બીજા સ્‍વરૂપે ક્ષીર સાગરના શેષનાગની ઉપર પોઢે છે. આ દિવસે દહીંનુ રૂપાનું, ખાંડ, ચોખાનું દાન કરનાર મોક્ષ ગતિને પામે છે અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. શ્રી હરિને પ્રણામ.(૩૭.૫)

 કાળીપાટના શાષાી બટુક મહારાજ

સ્‍વામીનારાયણ મંદિરના પૂજારી, મો.૯૮૯૮૨ ૬૫૯૮૦

(1:59 pm IST)